GST ઘટ્યા પછી પણ દુકાનદાર વધુ પૈસા લે છે? ચૂપ ન રહો, સરકારના આ WhatsApp નંબર પર તરત કરો ફરિયાદ – GST Complaint

GST Complaint : સરકારે સામાન્ય માણસના ખિસ્સા પરનો ભાર ઓછો કરવા માટે તાજેતરમાં જ દૂધ, ઘી, તેલ, સાબુ-શેમ્પૂ જેવી 300થી વધુ રોજિંદી વસ્તુઓ પર GSTના દરોમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડાનો સીધો અર્થ એ છે કે બજારમાં મળતી મોટાભાગની વસ્તુઓ હવે સસ્તી થવી જોઈએ. પરંતુ, શું તમને ખરેખર ભાવ ઘટાડાનો લાભ નથી મળતો? દેશભરમાંથી ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે કે ઘણા દુકાનદારો અને ઓનલાઈન સ્ટોર્સ હજુ પણ જૂના અને ઊંચા ભાવે જ માલ વેચી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય, તો ચૂપ રહેવાની જરૂર નથી. સરકારે આ સમસ્યાના નિવારણ માટે એક સરળ રસ્તો આપ્યો છે, જેમાં તમે WhatsApp દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો.

GST દરને લઈને શું છે ગ્રાહકોની ફરિયાદ અને સરકારનું વલણ? – GST Complaint

GST દરોમાં ઘટાડો થયા બાદ પણ ગ્રાહકોને ભાવ ઘટાડો ન મળવાની ફરિયાદો વધી રહી છે. આ મુદ્દાને ગંભીરતાથી લેતા, સરકારે સ્પષ્ટ કર્યું છે કે GST ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો વેપારીઓની ફરજ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ ગ્રાહકોને અપીલ કરી છે કે જો કોઈ વેપારી તેમની પાસેથી GST ઘટાડા પછી પણ વધુ પૈસા વસૂલે, તો તેઓ ઓફીશીયલ રીતે ફરિયાદ નોંધાવે. સરકાર ઉત્પાદકો અને વેચાણકર્તાઓ દ્વારા ભાવમાં કરાયેલા ફેરફાર પર સતત નજર રાખી રહી છે.

ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?

જો તમને લાગે કે તમારી પાસેથી કોઈ વસ્તુ માટે GST ઘટાડા પછી પણ વધુ ભાવ લેવામાં આવી રહ્યો છે, તો તમે નીચે મુજબના માધ્યમોથી સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો:

  • ટોલ-ફ્રી નંબર: તમે સીધા જ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) ના ટોલ-ફ્રી નંબર 1915 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
  • WhatsApp નંબર: ફરિયાદ કરવાનો સૌથી સરળ રસ્તો વોટ્સએપ છે. તમે તમારી ફરિયાદની વિગતો અને બિલનો ફોટો 880001915 નંબર પર વોટ્સએપ કરી શકો છો.
  • ઓનલાઈન પોર્ટલ: તમે INGRAM (સંકલિત ફરિયાદ નિવારણ પ્રણાલી) નામના ઓનલાઈન પોર્ટલ પર જઈને પણ તમારી ફરિયાદ ડિજિટલ રીતે નોંધાવી શકો છો.

ફરિયાદ કરતી વખતે, તમારી પાસે ખરીદીનું બિલ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે તમારી પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવ્યા છે તેનો પાક્કો પુરાવો હોવો જરૂરી છે.

ગ્રાહક તરીકે તમારી ફરજ અને અધિકાર

સરકારે લગભગ 99% દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવ ઘટાડીને સામાન્ય માણસને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. જો કોઈ વેપારી આ લાભ તમારા સુધી પહોંચવા દેતો નથી, તો તે અંગે અવાજ ઉઠાવવો એ એક જાગૃત ગ્રાહક તરીકે તમારી ફરજ છે. તમારા અધિકારોને ઓળખો અને સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓનો ઉપયોગ કરીને આવી ગેરરીતિઓને રોકવામાં મદદ કરો. જો તમારી પાસે સાચી માહિતી હશે, તો તમે અન્ય ગ્રાહકોને પણ જાગૃત કરી શકશો.

આ પણ વાંચો : સામાન્ય માણસને મોટી રાહત! નવા GST દર લાગુ, દૂધ, ઘી, તેલ જેવી 300+ વસ્તુઓ થઈ સસ્તી

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!