નવેમ્બર મહિનાની શરૂઆતમાં રાહતના સમાચાર! LPG નો બાટલો થયો સસ્તો પણ સામાન્ય માણસને નહિ થાય લાભ, જાણો કેમ? – LPG Cylinder Price

LPG Cylinder Price : નવેમ્બર મહિનાની શરૂઆતમાં લોકો મોંઘવારીમાં રાહતની આશા રાખીને બેઠા હતા. દર મહિનાની જેમ, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરી છે. આ સમીક્ષા બાદ ભાવમાં ઘટાડો તો જાહેર કરાયો છે, પરંતુ આ રાહત સામાન્ય માણસના ઘરના રસોડા સુધી નથી પહોંચી. કંપનીઓએ માત્ર કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં જ ઘટાડો કર્યો છે, જ્યારે ઘરેલુ રસોઈ ગેસના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

કોમર્શિયલ ગ્રાહકોને નજીવી રાહત

સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹5 નો નજીવો ઘટાડો કર્યો છે. આ નવા ભાવો ૧ નવેમ્બર, ૨૦૨૫ થી તાત્કાલિક અમલમાં આવી ગયા છે. આ ઘટાડો મુખ્યત્વે રેસ્ટોરન્ટ્સ, હોટેલો અને અન્ય વ્યાવસાયિક વપરાશકર્તાઓ માટે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓક્ટોબર મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹૧૫.૫૦ નો વધારો કરવામાં આવ્યો હતો.

જાણો મોટા શહેરોમાં શું છે નવા ભાવ – LPG Cylinder Price

આ ₹5 ના ઘટાડા બાદ, દેશના મુખ્ય મહાનગરોમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ નીચે મુજબ છે:

  • દિલ્હી: ₹૧૫૯૦.૫૦ (જૂનો ભાવ ₹૧૫૯૫.૫૦)
  • કોલકાતા: ₹૧૬૯૪ (જૂનો ભાવ ₹૧૭૦૦.૫૦)
  • મુંબઈ: ₹૧૫૪૨ (જૂનો ભાવ ₹૧૫૪૭)
  • ચેન્નાઈ: ₹૧૭૫૦ (જૂનો ભાવ ₹૧૭૫૪.૫૦)

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

આ ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો નથી, કારણ કે ઘરોમાં વપરાતા ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય માણસના રસોડાનું બજેટ યથાવત રહેશે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો મોટો ફેરફાર ૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે ભાવમાં ₹૫૦ નો વધારો ઝીંકાયો હતો. ત્યારથી ભાવ સ્થિર છે.

આ વર્ષે ભાવમાં કેવો રહ્યો ઉતાર-ચઢાવ?

જોકે, આ વર્ષ કોમર્શિયલ સિલિન્ડર વાપરતા લોકો માટે એકંદરે રાહતભર્યું રહ્યું છે. ઓક્ટોબર અને સપ્ટેમ્બરના નજીવા વધારા પહેલા, આ વર્ષે માર્ચથી ઓગસ્ટ સુધી ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં દિલ્હીમાં જે સિલિન્ડર ₹૧૮૦૩ માં મળતો હતો, તે ૧ ઓગસ્ટ સુધીમાં ઘટીને ₹૧૬૩૧.૫૦ સુધી પહોંચી ગયો હતો. આમ, છ મહિનામાં ભાવમાં કુલ ₹૨૨૩ નો મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, છેલ્લા બે મહિનાથી ભાવમાં ફરી વધારાનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જેની સામે આ ₹૫ નો ઘટાડો નજીવો ગણી શકાય.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!