આધાર કાર્ડ અપડેટના નવા ચાર્જ લાગુ, જાણો ફોટો-ફિંગરપ્રિન્ટ અપડેટ કરવા કેટલા રૂપિયા લાગશે અને કયું કામ થશે ફ્રીમાં – Aadhar New Charges

Aadhar New Charges : જો તમારે તમારૂ આધાર કાર્ડ અપડેટ કરવું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1લી ઓક્ટોબર, 2025 થી, UIDAI એ આધાર કાર્ડ અપડેટ માટેના નવા ચાર્જ જાહેર કરી દીધા છે. આ નવા નિયમો હેઠળ, કેટલાક અપડેટ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, જ્યારે અમુક ખાસ કિસ્સાઓમાં, ખાસ કરીને બાળકો અને કિશોરો માટે, અપડેટ સંપૂર્ણપણે મફત રહેશે.

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે નવું આધાર કાર્ડ કઢાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ; તે સેવા સંપૂર્ણપણે મફત રહેશે. ચાલો, વિગતે જાણીએ કે 1 ઓક્ટોબરથી આધાર કાર્ડમાં ક્યાં અપડેટ માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે?

ફોટો, ફિંગરપ્રિન્ટ, આંખની અપડેટ કરવા માટે કેટલો ચાર્જ લાગશે? – Aadhar New Charges

બાયોમેટ્રિક અપડેટમાં તમારા ફોટો, ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીની માહિતીને અપડેટ કરવામાં આવે છે. આ માટેના નવા ચાર્જ નીચે મુજબ છે:

  • સામાન્ય ચાર્જ: જો તમે સામાન્ય સંજોગોમાં બાયોમેટ્રિક અપડેટ કરાવો છો, તો તમારે ₹125 ચૂકવવા પડશે.
  • મફત અપડેટ (બાળકો અને કિશોરો):
    • 5 થી 7 વર્ષની વયના બાળકો માટે એકવાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું મફત છે.
    • 15 થી 17 વર્ષની વયના કિશોરો માટે પણ એકવાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું મફત છે.
    • આ ઉપરાંત, 7 થી 15 વર્ષની વયના બાળકો માટે 30 સપ્ટેમ્બર, 2026 સુધી બાયોમેટ્રિક અપડેટ મફત રહેશે.

નામ, સરનામું અને જન્મતારીખ અપડેટ કરવા માટે કેટલા રૂપિયા આપવા પડશે?

ડેમોગ્રાફિક અપડેટમાં તમારું નામ, લિંગ, જન્મતારીખ, સરનામું, મોબાઇલ નંબર અથવા ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો બદલવામાં આવે છે.

  • અલગથી અપડેટ કરાવવાનો ચાર્જ: જો તમે માત્ર ડેમોગ્રાફિક વિગતો જ અપડેટ કરાવો છો, તો તમારે ₹75 નો ચાર્જ ચૂકવવો પડશે.
  • મફત અપડેટ: જો તમે બાયોમેટ્રિક અપડેટ (જેમ કે ફોટો કે ફિંગરપ્રિન્ટ) કરાવતી વખતે જ ડેમોગ્રાફિક વિગતો પણ અપડેટ કરાવો છો, તો તેના માટે કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં, એટલે કે તે મફત થશે.

ડોક્યુમેન્ટ અપડેટ અને ઓનલાઈન સુવિધા

તમારા આધાર કાર્ડમાં ઓળખના પુરાવા (Proof of Identity) અને સરનામાના પુરાવા (Proof of Address) જેવા ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે પણ નવા નિયમો લાગુ થયા છે.

  • આધાર કેન્દ્ર પર ચાર્જ: જો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને ડોક્યુમેન્ટ અપડેટ કરાવો છો, તો તમારે ₹75 નો ચાર્જ આપવો પડશે.
  • ઓનલાઈન પોર્ટલ પર ફ્રી: સરકાર દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે myAadhaar પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/du પર ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સુવિધા 14 જૂન, 2026 સુધી સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે.

આધાર કાર્ડ અપડેટના ઓફીશીયલ ચાર્જ જાણવા માટે અહીં ક્લિક કરી PDF ડાઉનલોડ કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!