દશેરા પહેલાં સોનું ખરીદવું સસ્તું કે મોંઘું? નવરાત્રિના અંતિમ દિવસે જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ – Gold Price Today

Gold Price Today : નવરાત્રિના અંતિમ દિવસ અને દશેરાના આગમન સાથે, ભારતીય બજારોમાં તહેવારોની ખરીદીનો માહોલ બરાબર જામ્યો છે. સોનું, જે માત્ર એક ઘરેણું જ નહીં પરંતુ એક વિશ્વસનીય રોકાણ પણ માનવામાં આવે છે, તેની માંગ આ દિવસોમાં વધારો જોવા મળે છે. જો તમે પણ દશેરા કે દિવાળી માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા મનમાં એ સવાલ ચોક્કસ હશે કે શું આ યોગ્ય સમય છે? આજે, નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે, સોના-ચાંદીના ભાવોમાં ફરી વધઘટ જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયો છે, ત્યારે સોનાની કિંમતો પણ ઊંચી સપાટીએ છે.

ભારતીય બજારમાં આજના સોના-ચાંદીના ભાવ – Gold Price Today

આજે, 1લી ઓક્ટોબરના રોજ, ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવો નીચે મુજબ નોંધાયા છે:

  • 24 કેરેટ સોનું: શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,17,600 ના સ્તરે પહોંચી ગયો છે.
  • 22 કેરેટ સોનું: ઘરેણાં બનાવવા માટે સૌથી વધુ વપરાતા 22 કેરેટ સોનાની કિંમત આજે પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,07,810 નોંધાઈ છે.
  • 18 કેરેટ સોનું: 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ ₹88,240 ચાલી રહ્યો છે.
  • ચાંદી: ચાંદીનો ભાવ આજે ₹1,51,100 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે, જે તેના ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડની ખૂબ જ નજીક છે.

અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં શું છે સોનાના ભાવ?

દેશના અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળે છે. આજે પ્રતિ ગ્રામ સોનાના ભાવ નીચે મુજબ છે:

  • અમદાવાદ: આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹11,869,  22 કેરેટ સોનાનો ભાવ ₹10,880 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹8,903 પ્રતિ ગ્રામ રહ્યો છે.
  • ચેન્નઈ: ચેન્નઈમાં ભાવ સૌથી વધુ રહ્યો, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ ₹11,880 અને 22 કેરેટનો ભાવ ₹10,890 પ્રતિ ગ્રામ નોંધાયો છે.
  • દિલ્હી: દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹11,879 અને 22 કેરેટ સોનું ₹10,890 પ્રતિ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
  • મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ: આ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹11,864 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹10,875 પ્રતિ ગ્રામ રહ્યો છે.

ભાવમાં વધઘટનું કારણ શું?

બજારના નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવોમાં હાલમાં જોવા મળતી તેજી પાછળનું મુખ્ય કારણ તહેવારો અને આગામી લગ્નની સિઝનને કારણે વધેલી માંગ છે. માંગ વધવાને કારણે કિંમતો ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ ઉપરાંત, સોનું હંમેશા એક સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે લોકોની પહેલી પસંદ રહ્યું છે, જેના કારણે પણ તેની ખરીદી સતત ચાલુ રહે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!