હવે ચાલવાના પણ પૈસા મળશે! સેમસંગ આપી રહ્યું છે ફિટનેસ ચેલેન્જ, ઇનામમાં મળશે ₹45,000ની સ્માર્ટવોચ

Samsung Walk-a-thon India 2025: જો તમે ફિટનેસ અને ટેકનોલોજીના શોખીન છો, તો તમારા માટે એક શાનદાર તક આવી છે. હવે ચાલવાની આદત તમને ₹45,000ની કિંમતની પ્રીમિયમ સ્માર્ટવોચ જીતાવી શકે છે. સાઉથ કોરિયન ટેક બ્રાન્ડ સેમસંગ ભારતમાં તેના ‘વોક-એ-થોન ઇન્ડિયા’ કેમ્પેનનું ચોથું એડિશન લઈને આવ્યું છે, જેનો મુખ્ય હેતુ લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનો અને બદલામાં આકર્ષક ઇનામો આપવાનો છે.

શું છે આ Samsung Walk-a-thon India 2025 ફિટનેસ ચેલેન્જ? 

સેમસંગ દ્વારા આયોજિત આ સ્ટેપ્સ ચેલેન્જ આગામી 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે. આ 30 દિવસના સમયગાળા દરમિયાન, ભાગ લેનારાઓએ ઓછામાં ઓછા 2 લાખ પગલાં (સ્ટેપ્સ) પૂરા કરવાના રહેશે.

આ ચેલેન્જમાં ભાગ લેવા માટે, દરેક યુઝરે સેમસંગ હેલ્થ (Samsung Health) એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જ્યાં તેમના પગલાંની ગણતરી કરવામાં આવશે. એપમાં રીઅલ-ટાઇમ લીડરબોર્ડ પણ ઉપલબ્ધ હશે, જેના દ્વારા યુઝર્સ તેમના પ્રદર્શનની તુલના બીજા સ્પર્ધકો સાથે કરી શકશે.

વિજેતાઓને શું ઇનામ મળશે?

સેમસંગે ખાતરી આપી છે કે ચેલેન્જ પૂરી કરનાર દરેક વિજેતાને કોઈને કોઈ ઇનામ ચોક્કસપણે મળશે.

  • બમ્પર ઇનામ: ત્રણ નસીબદાર વિજેતાઓને ₹44,999 સુધીની કિંમતની નવી સેમસંગ ગેલેક્સી વોચ 8 (Samsung Galaxy Watch 8) બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે.
  • અન્ય ઇનામો: બાકીના તમામ યોગ્ય સ્પર્ધકોને ગેલેક્સી વોચ 8 સિરીઝની ખરીદી પર ₹15,000 સુધીના ડિસ્કાઉન્ટ કૂપન મળશે.

ચેલેન્જમાં કેવી રીતે ભાગ લેવો અને ઇનામ મેળવવું?

આ ચેલેન્જમાં ભાગ લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે:

  1. સૌ પ્રથમ, ભાગ લેનારાઓએ સેમસંગ હેલ્થ (Samsung Health) એપ દ્વારા ચેલેન્જમાં પોતાનું નામ નોંધાવવાનું રહેશે.
  2. ખાસ નોંધ લેવી કે ચેલેન્જમાં જોડાયા પછી ચાલવામાં આવેલા પગલાં જ ગણતરીમાં લેવામાં આવશે.
  3. તમે એપમાં આપેલા લાઇવ લીડરબોર્ડ દ્વારા તમારા પગલા અને અન્ય સ્પર્ધકોની સરખામણીમાં તમારું સ્થાન ટ્રેક કરી શકો છો.
  4. 2 લાખ પગલાંનો ટાર્ગેટ પૂરો કર્યા પછી, તમારું ઇનામ (ડિસ્કાઉન્ટ કૂપન કે વોચ) મેળવવા માટે તમારે સેમસંગ મેમ્બર્સ (Samsung Members) એપમાં લોગ ઇન કરવાનું રહેશે.

આ સમગ્ર ચેલેન્જ સેમસંગ હેલ્થ એપ દ્વારા સંચાલિત છે, જે સ્ટેપ્સ ઉપરાંત કસરત, હૃદયના ધબકારા, કેલરી, ઊંઘ, બ્લડ પ્રેશર અને ECG જેવા અનેક સ્વાસ્થ્ય સંબંધિત માપદંડોને ટ્રેક કરે છે.

જાણો Galaxy Watch 8 કેમ છે ખાસ

સેમસંગ ગેલેક્સી વોચ 8 એ કંપનીની ફ્લેગશિપ સ્માર્ટવોચ છે, જેની કિંમત વેરિઅન્ટ મુજબ ₹30,999 થી ₹44,999 સુધીની છે. તેમાં સુપર AMOLED ડિસ્પ્લે (3000nits બ્રાઇટનેસ) અને સેફાયર ક્રિસ્ટલ પ્રોટેક્શન મળે છે. આ વોચમાં Exynos W1000 પ્રોસેસર, 2GB રેમ અને 32GB સ્ટોરેજ જેવા પાવરફુલ ફીચર્સ સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં બાયોએક્ટિવ સેન્સર, તાપમાન સેન્સર, એક્સેલરોમીટર, જાયરો સેન્સર અને ડ્યુઅલ-ફ્રિકવન્સી જીપીએસ જેવા એડવાન્સ્ડ ફીચર્સ પણ સામેલ છે. 5ATM+IP68 રેટિંગ સાથે, આ સ્માર્ટવોચ પાણી અને ધૂળથી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!