PAN Aadhaar Link : આજના સમયમાં, PAN કાર્ડ એ આપણા નાણાકીય વ્યવહારો માટે સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. જો તમે હજુ સુધી તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો તમારા માટે આ ચેતવણીરૂપ સમાચાર છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તમે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરો, તો તમારું PAN કાર્ડ બંધ થઈ જશે.
પાન કાર્ડને લિંક નહીં કરો તો શું નુકસાન થશે?
PAN કાર્ડ બંધ થવાથી ગંભીર સમસ્યા આવી શકે છે. TaxBuddy એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “તમારું PAN કાર્ડ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી નિષ્ક્રિય થઈ જશે.” આના કારણે તમને નીચે મુજબની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે:
- તમે તમારું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકશો નહીં.
- તમને કોઈ પણ પ્રકારનું ટેક્સ રિફંડ મળશે નહીં.
- તમારા પગારની ચુકવણીમાં સમસ્યાઓ આવી શકે છે.
- તમે SIP અથવા અન્ય રોકાણોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરી શકો છો.
તમારું PAN-આધાર લિંક છે કે નહીં? આ રીતે ચેક કરો
ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે તેમનું PAN કાર્ડ આધાર સાથે લિંક છે કે કેમ. તમે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરો તે પહેલાં, તમારું સ્ટેટસ ચેક કરવું જરૂરી છે.
- સૌ પ્રથમ આવકવેરા પોર્ટલ incometax.gov.in ની મુલાકાત લો.
- ‘ક્વિક લિંક્સ’ વિભાગમાં ‘લિંક આધાર સ્ટેટસ’ (Link Aadhaar Status) પર ક્લિક કરો.
- તમારો PAN અને આધાર નંબર દાખલ કરો.
- ‘વ્યૂ લિંક આધાર સ્ટેટસ’ (View link Aadhaar Status) પર ક્લિક કરો.
- સ્ક્રીન પર તરત જ દેખાશે કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.
નોંધ: જો તમે તાજેતરમાં જ PAN અને આધાર લિંક કર્યા છે, તો આ પ્રક્રિયા પૂર્ણ થવામાં 6-7 દિવસોનો સમય લાગી શકે છે. તેથી, સ્ટેટસ અપડેટ થવામાં પણ થોડો સમય લાગી શકે છે.
ઘરે બેઠા જ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરો – PAN Aadhaar Link
જો તમારું PAN લિંક ન હોય, તો તમારે આ કામ માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા થોડી જ મિનિટોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ફક્ત નીચે આપેલા પગલાં અનુસરો:
- સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in/iec/foportal પર જાઓ.
- હોમ પેજ પર, ‘ક્વિક લિંક્સ’ (Quick Links) વિભાગ હેઠળ ‘લિંક આધાર’ (Link Aadhaar) વિકલ્પ પર ક્લિક કરો.
- હવે જે નવું પેજ ખુલે તેમાં તમારો PAN નંબર અને આધાર નંબર દાખલ કરો.
- ત્યારબાદ ‘Validate’ બટન પર ક્લિક કરો.
- તમને તમારા આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મળશે. તે OTP દાખલ કરો અને Verify કરો.
- જો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હશે, તો તમારે તેને ફરીથી લિંક કરવા માટે રૂ. 1,000 ની ફી ચૂકવવી પડી શકે છે.
- આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારું PAN અને આધાર લિંક થઈ જશે.
કોના માટે છે આ નિયમ ફરજિયાત?
૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, જે પણ વ્યક્તિઓને ૧ ઓક્ટોબર, ૨૦૨૪ પહેલા તેમના આધાર નોંધણી ID ના આધારે પાન કાર્ડ જારી કરવામાં આવ્યું હતું, તે બધાએ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં તેમના પાનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો આમ કરવામાં નહીં આવે, તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તમે ઘણી મહત્વપૂર્ણ નાણાકીય સેવાઓનો લાભ લેવાથી વંચિત રહી જશો. તેથી, છેલ્લી ઘડીની રાહ જોયા વિના આ કામ તાત્કાલિક પૂરું કરવું હિતાવહ છે.